“ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજીંગ ડિરેક્ટર નું રાજીનામુ”

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજીંગ ડિરેક્ટર નું રાજીનામુ

ન્યુઝડે નેટવર્ક ,ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિદાય લેતી વખતે ગીતાએ જાહેરાત કરી હતી કે તે ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાવા માંગે છે. તે યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ફેકલ્ટીનો ભાગ બનવા માંગે છે.

IMF એ ગીતાના રાજીનામાની પુષ્ટિ કરી અને કહ્યું કે ગીતા ગોપીનાથના ઉત્તરાધિકારીની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે. ગીતા ગોપીનાથનો જન્મ ભારતમાં થયો હતો અને તેમણે ભારત અને અમેરિકા બંનેમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર ડિગ્રી અને પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે., ગીતા ગોપીનાથે કોરોના રોગચાળા દરમિયાન વિશ્વને આર્થિક મંદીમાંથી બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી