સુરત દરિયા કિનારે પ્રીમિયમ કાર ફસાઈ નબીરાઓના કારસ્તાન 
ન્યુઝડે નેટવર્ક, કંઈક નવું કરવાની અથવા અલગ કરવાની ઈચ્છા સાહસ કરતા દુસ્સાહસ માં બદલાઈ જતી હોય છે .આવું જ કંઈક બન્યું સુરત દરિયા કિનારે.
સુરતના ડુમસ દરિયાકિનારે ફરી એકવાર યુવાનોની બેફામ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં એક નબીરો મર્સિડીઝ કારને દરિયામાં લઇ ગયો, જયાં તે રેતી અને પાણીમાં ફસાઈ જતાં અડધી કાર ગરકાવ થઈ ગઈ. પ્રતિબંધ હોવા છતાં એક મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં આવી હતી, જે પાણી અને રેતીમાં ફસાઈ જતાં અડધી ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાએ ડુમસ પોલીસના દરિયાઈ પેટ્રોલિંગના દાવાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
દરિયાની વચ્ચે કાર ચલાવવાના ચક્કરમાં તેમની ગાડી પાણીમાં ફસાઈ ગઈ અને અડધી રેતીમાં ગરકાવ થઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હોવાનું મનાય છે.આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે.


