સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ હરકત બદલ ધરપકડ
ન્યુઝડે નેટવર્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વર્તમાન સમય માં પોતાને પ્રેઝન્ટ કરવા માટે આધુનિક સમય નો સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે ત્યારે તેના દુરુપયોગ ના કિસ્સા પણ ઓછા નથી. આવા જ એક કિસ્સા માં પોલીસે સોશિયલ મીડિયા પર અશ્લીલતા ફેલાવવાના આરોપમાં અરેસ્ટ કરી છે, હવે તેમના ગામલોકો પણ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. ગામલોકોનું કહેવું છે કે, મહક અને નિશા ઉર્ફ પરીના કારણે તેમનું ગામ બદનામ થઈ ગયું છે. તેમને એટલી શરમ આવે છે કે લોકો હવે પૂછે તો બીજા ગામનું નામ આપીને નીકળી જાય છે.ગામના એક ગ્રામીણે કહ્યું કે, ભલે મહક અને પરીને સોશિયલ મીડિયા પર 4 લાખ ફોલોઅર્સ હોય, પણ ગામમાં તેમને ચાર લોકો પણ પસંદ નથી કરતા. તેમની કોઈ વાત પણ નથી કરતું તથા ગામ લોકોને તેમની સાથે કંઈ લેવાદેવા નથી. આ ઘટના ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની છે.


