અભિનેતા ધીરજ કુમાર નું અવસાન ચાહકો ની ભીડ 
ન્યુઝડે નેટવર્ક, સિનેમા જગતના દિગ્ગ્જ અભિનેતા અને ફિલ્મ મેકર ધીરજ કુમારનું 79 વર્ષની વયે નિધન થયું છે. તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે મંગળવારે તેમની સ્થિતિ વધારે ગંભીર બની અને દુનિયામાંથી વિદાય લઈ લીધી. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અને તેમના ચાહકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વાઘજીભાઈ વાડી સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને તેમના અંતિમ દર્શન માટે તેમના ચાહકો ઉમટી પડ્યા.


