મધ્યપ્રદેશ માં ૧૦૦ વર્ષથી વધારે વયની હાથીણી નું નિધન 
ન્યુઝડે નેટવર્ક ,મધ્ય પ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં સૌથી વયોવૃદ્ધ હાથીણી વત્સલાનું 8 જુલાઈના રોજ નિધન થયું. 100 વર્ષથી પણ વધારે ઉંમરની વત્સલાને એશિયાની સૌથી વયોવૃદ્ધ હાથીણી માનવામાં આવે છે. પન્ના ટાઈગર રિઝર્વના અધિકારીઓ-કર્મચારીઓએ વત્સલાના અંતિમ સંસ્કાર કર્યા. વત્સલા હાથીણી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હતી.
સૌથી વયોવૃદ્ધ હોવાના નાતે સમગ્ર હાથીઓના ટોળાનું નેતૃત્વ આ હાથીણી કરતી હતી. અન્ય માદા હાથીની પ્રસવ અને બચ્ચા થયા બાદ તે એક નાની અથવા દાદી તરીકે પોતાની ભૂમિકા નિભાવતી હતી.
માદા વત્સલા હિનૌતાના ખૈરૈયા નાળા નજીક આગળના પગનો નખ તૂટી જવાના કારણે બેસી રહેતી હતી. વનકર્મીઓએ તેને ઉઠાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ બપોરના સમયે હાથીણીનું મોત થઈ ગયું.


