આઈ આઈ એમ કોલકતા રેપ મામલામાં પોલીસ દ્વારા SIT રચના કરવામાં આવી
ન્યુઝ ડે નેટવર્ક, આઈ આઈ એમ કોલકત્તામાં એક યુવતી દ્વારા એમબીએ છાત્ર પર દુષ્કર્મના આરોગો લગાવવામાં આવ્યા હતા જેના માટે કોલકાતા પોલીસે એસઆઇટીની રચના કરી છે. એફઆઇઆર પછી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ પીડિતાના પિતા મીડિયામાં નિવેદન આપ્યા બાદ ફરી ગયા હતા. હવે પોલીસ બંને પક્ષોના નિવેદનની કરાયેલી તપાસ કરી રહી છે.
કોલકાતા ના મશહૂર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે આઈ આઈ એમ માં કથિત દુષ્કર્મ મામલે કોલકાતા પોલીસે 9 સદસ્ય ની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ એટલે કે એસઆઇટી નું ગઠન કર્યું છે. આ ટીમનો નેત્રત્વ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાઉથવેસ્ટ ડિવિઝન રાહુલ ડે કરી રહ્યા છે. આ ટીમ સમગ્ર મામલાને ઊંડાઈ પૂર્વક તપાસ કરશે.
એક યુવતી જે વ્યવસાયથી સાયકોલોજીકલ કાઉન્સિલર છે તેણે શુક્રવાર સાંજે હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં. એક લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે આઇઆઇએમ કોલકાતા ના બોયઝ હોસ્ટેલમાં સેકન્ડ યર એમબીએ ના છાત્ર દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પીડિતાનો આરોપ હતો કે આરોપી રાત્રે તેણીને પીઝા અને પાણીની ઓફર કરી હતી. ખાવા અને પાણી પીધા બાદ યુવતીને અ સ્વસ્થ લાગવા લાગ્યું હતું અને તે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તે હોશમાં આવી તો એને ખબર પડી કે તેની સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું છે અને શારીરિક યાતનાઓ આપવામાં આવી છે.


