“ફિલ્મ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ રિલીઝ ના એક દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટનો આદેશ”

ફિલ્મ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ રિલીઝ ના એક દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટનો આદેશ”

ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, રાજસ્થાનના ઉદયપુરમાં વર્ષ 2022 માં થયેલા કનૈયાલાલ હત્યાકાંડ પર આધારિત મુવી ઉદયપુર ફાઇલ્સ પર એક દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. ફિલ્મને અપાયેલા પ્રમાણપત્ર સામે એક સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી હતી, જેના સંદર્ભમાં દિલ્હી હાઇકોર્ટે આ નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રનો આ મામલો છે. હાઇકોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર જ્યાં સુધી આના પર નિર્ણય ના લે ત્યાં સુધી ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. વર્ષ 2022 ના 28 જૂનના રોજ રાજસ્થાનમાં બે ઇસ્લામિક કટર પંખીઓ દ્વારા કનૈયાલાલ નામના દરજી ની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી જેના લીધે લોકોમાં ખૂબ આક્રોશ હતો. આ ઘટના પર બનાવવામાં આવેલી આ ફિલ્મ 11 જુલાઈના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ ગુરુવારે હાઇકોર્ટે રિલીઝ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ ફિલ્મમાં મુખ્ય કેદાર નિભાવનાર અભિનેતા વિજય રાજ છે, જેમને કનૈયાલાલની ભૂમિકા નિભાવી છે .