“આ સપ્તાહમાં આવી શકે છે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાની પ્રારંભિક રિપોર્ટ”

આ સપ્તાહમાં આવી શકે છે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાની પ્રારંભિક રિપોર્ટ

ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, ગયા મહિને બનેલી દર્દનાક પ્લેન ક્રેશ ઘટનામાં 260 લોકો માર્યા ગયા હતા જેમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ શ્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. હવે આ પ્લેન એઆઈ 171 ક્રેસ ઘટના માટે નવા અપડેટ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ઘટનાની પ્રારંભિક રિપોર્ટ 30 દિવસની અંદર સાર્વજનિક થવાની આશા છે. પરિવહન પર્યટન અને સાંસ્કૃતિક બાબતો ની સંસદીય સ્થાયી સમિતિના મેમ્બરો ની હાલમાં એક મીટીંગ માં બતાવવામાં આવ્યું છે કે ઘટનાની તપાસની પ્રારંભિક રિપોર્ટ એક મહિના પછી એટલે કે આ અઠવાડિયે જાહેર કરી શકાય છે. સૂત્રો અનુસાર વિમાન દુર્ઘટના ની તપાસ કરતી એજન્સી એટલે કે એ એ આઈ બી ના ટોપ અધિકારીઓએ સમિતિને પ્લેન ક્રેશની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં જાણકારી આપી અને તકનીકી પ્રક્રિયા માટે વિસ્તૃત જાણકારી આપી. તપાસ કરનારી એજન્સી એ એઆઈબી એ સમિતિને બતાવ્યું કે બોઈંગ ડ્રીમ લાઈનર ના બંને બ્લેકબોક્સ સુરક્ષિત બરાબર કરવામાં આવ્યા હતા અને હવે તેમને ડીકોડિંગ અને એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.