“બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર કડક કાર્યવાહી થવી જોઈએ : અબુ આઝમી”

ન્યુઝ ડે નેટવર્ક, મુંબઈ ગઈ કાલે પટના, બિહાર માં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે મારું એક જ સપનું છે અને એ છે ભગવા એ હિન્દ, હિન્દૂ રાષ્ટ્ર ની શરૂઆત બિહાર થી જ થશે, બિહાર પહેલું રાજ્ય હશે હિન્દૂ રાષ્ટ્ર માટે.
મુંબઈ ના સમાજવાદી પક્ષ ના નેતા અબુ અઝમીયે આ બાબતે વિરોધ નોંધાવતા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે કડક પગલાં ની માંગ કરી હતી. અબુ અઝમીયે કહ્યું હતું કે ગઝવા એ હિન્દ ની વાત કોઈએ કરી નથી, મુસ્લિમો ભારત ને પ્રેમ કરે છે, આવી વાત કરનારા નો હું વિરોધ કરું છુ તેમજ હું માનું છુ કે તેઓએ તેમની જીભ ને નિયંત્રણ માં રાખવું જોઈએ.
સૌજન્ય :ANI