
ન્યુઝ ડે નેટવર્ક, હિમાચલ પ્રદેશ ના ધર્મશાળા માં દલાઈ લામા ના જન્મદિવસ ની પૂર્વ સંધ્યાએ આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ કહ્યું હતું કે દલાઈ લામા સંસ્થા પૂર્ણ રીતે ધાર્મિક છે અને ભારત સરકાર નું માનવું છે કે ધાર્મિક વિષય માં કોઈ હસ્તક્ષેપ ના થવું જોઈએ, હું પરમ પાવન ના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરું છુ, બધા તેમને સ્વસ્થ જોવા માંગે છે જેથી વિશ્વ સમુદાય ને તેમના જ્ઞાન નો લાભ મળતો રહે, હું ચીન ના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપવા માંગતો નથી પરંતુ અમે બધું પરમ પાવન પર છોડીયે છીએ.


