ન્યુઝ ડે નેટવર્ક, ભારતીય સ્વંત્રતા સંગ્રામ ની ગાથા ગૌરવ નું એક પુરાણ છે. ભારત ના ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ માં એવી કેટલીય વીર ગાથાઓ રહી છે જે દેશની બધી દિશાઓ ને એક કરવા પૂરતી છે પરંતુ દુર્ભાગ્ય થી આજે ભાષા વિવાદ ની જેમ એક દિશા બીજી દિશા ની વીર ગાથાઓ થી જોડાયેલી નથી. એવી જ એક સાહસ ની કહાની છે વીર અલ્લુરી સીતારામ રાજુ ની.
અલ્લુરી સીતારામ રાજુ જેમને “મન્યમ વીરડું ” અર્થાત જંગલ નો નાયક તરીકે ઓળખવામાં આવે છે તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ના એક મહાન ક્રાંતિકારી હતા. તેમને 1922 થી 1924 ના વર્ષમાં રમ્પા વિદ્રોહ માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
4 જુલાઈ 1997/98 ના રોજ આંધ્રપ્રદેશ ના વિશાખાપટ્ટનમ જિલ્લા ના પાંડરંગી ગામ માં જન્મેલા અલ્લુરી સીતારામ રાજુએ યુવા અવસ્થા માં સન્યાસ લઇ લીધું હતું ત્યાર બાદ તેમને જ્યોતિષ આયુર્વેદ અને વન્યજીવોને વશ માં કરવાની શક્તિ ના કારણે વનવાસી લોકો વચ્ચે લોકપ્રિયતા મેળવી હતી.
વર્ષ 1922 માં રાજુએ બ્રિટિશ સરકાર તરફથી લાગુ કરવામાં આવેલા અન્યાય પૂર્ણ વન કાનૂનો અને નીતિઓ વિરુદ્ધ રમ્પા વિદ્રોહ નું નેતૃત્વ કર્યું. વિદ્રોહ માં રાજુ અને તેમના સમર્થકોએ પોલીસ સ્ટેશનો પર હુમલો કર્યો, હથિયાર છીનવી લીધા અને બ્રિટિશ હુકુમત ને પડકાર ફેંક્યો. 7 મે 1924 ના રોજ બ્રિટિશ સરકારે અલ્લુરી સીતારામ રાજુની ધરપકડ કરી તેમની હત્યાં કરી. આજે આંધ્ર પ્રદેશ માં તેમના સમ્માન માં એક જિલ્લાનું નામ અલ્લુરી સિતારામ રાજુ રાખવામાં આવેલું છે.



