“સોશિયલ મીડિયા ઉપયોગ કરનારા પોલીસ કર્મીઓ સામે યોગી સરકાર એક્શન માં”

ન્યુઝ ડે નેટવર્ક.
પોતાના નિર્ણયો અને સ્પષ્ટ વલણ માટે જાણીતા ઉત્તરપ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની સરકાર દ્વારા પોલીસ કર્મીઓ દ્વારા સોશિયલ મીડિયા નાં ઉપયોગ પર કડક નિયમ અમલ માં મુકવામાં આવ્યો છે.હવે થી ઉત્તર પ્રદેશ માં પોલીસ કર્મીઓએ મહેમાન તરીકે કોઈ પણ કાર્યક્રમ માં ભાગ લેતા પહેલા વરિષ્ઠ અધિકારી ની ફરજિયાત મંજુરી લેવી પડશે.આ સાથે ડ્યુટી બાદ પણ પોલીસ વર્દી માં રિલ બનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
યોગી સરકારે ચાલુ ફરજ દરમિયાન પણ સોશિયલ પ્લેટફોર્મ પર વ્યસ્ત રહેતા પોલીસ કર્મીઓ પર પણ લગામ કસી છે.આ સાથે કોઈ પણ પોલી કર્મી ફરજ બજાવતી વખતે વ્યક્તિગત ઉપયોગ માટે ફેસબુક ઇન્સ્ટા વગેરે સોશિયલ પ્લેટફોર્મ નો ઉપયોગ કરી શક્શે નહિ.ફરજ બજાવ્યા બાદ પણ વર્દી માં રીલ બનાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સાથે જ કાર્યસ્થળ પર થી લાઈવ કરવા માટે પણ પ્રતિબંધ લગાવાયો છે.
યોગી સરકાર દ્વારા બુધવાર નાં રોજ સોશિયલ મીડિયા ને લઈને પોલીસ કર્મચારીઓ માટે નવી ગાઇડલાઈન જાહેર કરાઈ હતી.આ પોલિસી મુજબ પોલીસ સ્ટેશન,પોલીસ લાઇન અથવા ઓફિસ નું નિરીક્ષણ,પોલીસ ડ્રીલ,ફાયરિંગ માં ભાગ લેવાનું લાઈવ ટેલિકાસ્ટ અથવા કાર્યવાહી જેવા સંબધિત વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવા પર પ્રતિબંધ લગાવાયો છે.આનું ઉલંઘન ગોપનીયતા ઉલંઘન ગણવામાં આવશે.બીજી બાજુ મહેમાન તરીકે આમંત્રણ મળે ત્યારે કોચિંગ,લેક્ચર,લાઈવ ટેલિકાસ્ટ,ચેટ વેબીનાર્સ વગેરે મા વરિષ્ઠ અધિકારી ની મંજુરી ફરજિયાત કરવામાં આવી છે.