“બે બાળકોના મૌત કરનાર દિપડો પાંજરે પુરાયો”

ન્યુઝ ડે નેટવર્ક.
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના એક નરભક્ષી બની ગયેલા દિપડાએ આતંક મચાવતા ગત સપ્તાહ માં બે બાળકોને મૌત ને ઘાટ ઉતાર્યો હતો આ ઘટના નાં કારણે આસપાસ નાં વિસ્તારો માં ભય નો માહોલ સર્જાયો હતો.ભય એટલી હદે વધી ગયો હતો કે લોકો પોતાના સંતાનો ને લઈને ચિંતિત થયા હતા.આખરે વન વિભાગ ની મેહનત બાદ આ માનવભક્ષી દિપડો પાંજરે પુરાયો હતો.ઉલ્લેખનીય છે કે શહેરો ના વિકાસ ના કારણે અને જંગલ ઘટવાના કારણે માનવ અને જંગલી પશુઓ વચ્ચે ઘર્ષણ ની ઘટનાઓ માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.