“ઠંડી નાં લીધે ખેડૂત નું મૌત,દિવસે વીજળી આપવાની માંગ “

ન્યુઝ ડે નેટવર્ક.
એક સમય માં જગત નાં પિતા કહેવાતા ખેડૂતો ની સ્થિતિ કેટલી પડકાર જનક હોય છે તે બતાવતો કિસ્સો અરવલ્લી જિલ્લા નાં ટિટોઈ ગામે બન્યો હતો.
અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ટિટોઈ ગામ ના ખેડૂત લવજીભાઈ વિરસંગ ભાઈ પટેલ ગઈ કાલે રાત્રે એટલે કે ગુરૂવારે ખેતર માં પાણી વાળવા ગયા હતા.પોતાના ખેતર માં ઘઉં નાં પાક માટે પાણી વાળવા ગયેલા લવજીભાઈ સવારે ઘરે પરત ન ફરતા પરિવારજનો ને ચિંતા થઈ હતી.પરિવારજનો તપાસ કરવા ખેતર પહોંચ્યા ત્યારે લવજીભાઈ નો મૃતદેહ મળતા ઠંડી નાં કારણે થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હોવાની જાણ થઈ હતી.હાડ થીજાવતી ઠંડી માં રાત્રે પાણી વાળવા નાં કામ નાં લવજીભાઈ થીજી ગયા હતા .સરકાર દ્વારા ખેડૂતો ને રાત ના બદલે દિવસે વીજળી આપવાની માંગ આ ઘટના બાદ ફરી બુલંદ થઈ રહી છે.