ન્યુઝ ડે નેટવર્ક.
શહેર માં તો માર્ગ પર નડતા મંદિરો તોડવાના સમાચાર મળતાં જ રહે છે.પરંતુ હવે આ મંદિર તોડવાની વાત નાં સમાચાર મળ્યા છે અરવલ્લી જિલ્લા નાં ગ્રામ્ય વિસ્તાર થી.અરવલ્લી જિલ્લા માં વાત્રક ડેમ નજીક ડુંગર પર બાંધવામાં આવેલું માતાનું મંદિર અરવલ્લી વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ મંદિર આસપાસ નાં 20 ગામો માટે આસ્થાનાં કેન્દ્ર તરીકે સ્થાપિત હતું.આ મંદિર તોડવામાં કારણે આસપાસ નાં ગામ ના લોકો ખૂબ જ રોષ માં છે આ તમામ ગ્રામ જનોએ આ બાબત ને ગંભીરતા થી લઇ આની સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે પરંતુ નિંદ્રાધીન તંત્ર આં ધમકી ને ગણકારી રહ્યું નથી.આ મંદિર તોડવામાં માલપુર વન વિભાગ ની ભુમિકા હોવાના અહેવાલ છે જેની સામે સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા કલેકટર સમક્ષ ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપી છે.