‘ગાંધીનગર માં ફરી આંદોલન ની શરૂઆત,LRD માટે માંગણીઓ”

ન્યુઝ ડે નેટવર્ક.
2022 વિધાન સભા નાં ઇલેક્શન થયા બાદ નવી રચાયેલી સરકાર માટે ગાંધીનગર માં ફરી પડકાર જનક આંદોલન ની શરૂઆત થઈ છે.નવું વર્ષ અને નવી રચાયેલી સરકાર સામે નવું પડકાર.ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે LRD 2022 ઉમેદવારો ભેગા થયા.પોતાની માંગો ને લઈને આ લોકો એ આંદોલન શરૂ કર્યું છે.
આ લોકો 3 થી 4 મહિના થી LRD કોમન ઉમેદવારો નું. નિરાકરણ કરવા માંગ કરી રહ્યા છે.કોઈ સંતોષકારક નિરાકરણ નાં આવતા આ લોકોએ આંદોલન નો માર્ગ અપનાવ્યો છે.સરકાર માં આવેદન પત્રો આપ્યા બાદ પણ નિરાકરણ નાં આવતા આ લોકોએ આંદોલન કરવાની જરૂર પડી છે.
ભુપેન્દ્રભાઈ પટેલ ની નવી સરકાર રચાયા બાદ આ પ્રથમ કિસ્સો છે કે જ્યારે ગાંધીનગર માં આંદોલનકારીઓએ ફરી ધામાં નાખ્યા છે.આવેદન પત્રો આપ્યા બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ નાં આવતા આંદોલન કરીઓ અનુસાર તેઓએ આ માર્ગ અપનાવ્યું છે.