રાજ્ય માં તાજેતર માં પૂર્ણ થયેલ વિધાન સભા ચૂંટણીઓ માં અત્યાર સુધી નું સૌથી કંગાળ પરફોર્મન્સ બતાવનાર કોંગ્રેસ પાર્ટી નાં વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી અને આપ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે અમે હાર્યા કારણ કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ગઠાબંધન માં હતી.ગુજરાત વિધાનસભા ઇલેક્શન 2022 માં કોંગ્રેસ ને માત્ર 17 બેઠકો મળી હતી.
ઇલેક્શન માં કોંગ્રેસ ખેડા, ભાવનગર,બોટાદ,ગાંધીનગર ,રાજકોટ,મોરબી,દેવભૂમિદ્વારકા,કચ્છ,સુરેન્દ્રનગર,અરવલ્લી,ડાંગ,વડોદરા,વલસાડ,અમરેલી,ભરૂચ,તાપી જિલ્લો સહિત કુલ 16 જિલ્લામાં એક પણ સીટ જીતવામાં નિષ્ફળ રહી હતી.
પરાજય બાદ રોષ ઠાલવતા અશોક ગેહલોતે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને મળેલા છે,તેઓ મળેલા છે અને ગઠબંધન માં છે.ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી ગુજરાત માં ખાતું ખોલવામાં સફળ રહી હતી અને આ પાર્ટીએ 5 સીટો જીતી હતી.