ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ
હાઇકોર્ટ ની ટકોર બાદ ચાઇનીઝ દોરીના વેપાર પર સકંજો મજબૂત કરતા પોલીસે ઓનલાઈન વેપાર કરતા લોકોને આપી નોટિસ.પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા 20 વેપારીઓની પોલીસે ધરપકડ કરીને 5000 કરતા પણ વધારે ચાઈનીઝ દોરીના ટેલર કબજે કર્યા હતા.વેપારીઓની પૂછપરછમાં તેઓ ઓનલાઇન ચાઈનીઝ દોરી ખરીદતા હોવાનું જાણવા મળ્યું હતું.એમેઝોન, ફ્લિપ કાર્ડ સહિતની 12 મોટી કંપની પાસેથી ઓનલાઇન ચાઈનીઝ દોરી ખરીદતા હતા. ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં ઓનલાઇન 12 કંપની ચાઈનીઝ દોરી નું વેચાણ કરતી હોવાનો પોલીસના ધ્યાન ઉપર આવ્યું હતું. જેની પોલીસે તે 12 કંપનીઓને ચાઈનીઝ દોરી નું વેચાણ બંધ કરી દેવા નોટિસ આપી હતી. આ કંપનીઓ જે જગ્યાએથી ચાઈનીઝ દોરી લાવે છે ત્યાંના નામ-સરનામાં પણ પોલીસે મંગાવ્યા હતા. તેમ છતાં આ કંપનીઓ માહિતી નહીં આપે તો પોલીસ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરશે.ચાઈનીઝ દોરી નું વેચાણ કરવા બદલ ઓનલાઇન કંપનીઓને નોટિસ આપવામાં આવી હોવાની ગુજરાતની પહેલી ઘટના છે.’ઓનલાઇન દોરી નું વેચાણ કરનાર 2 ની ધરપકડ. ચાઈનીઝ દોરી નું વેચાણ કરનાર જય ઝહીન ફઝલભાઈ મન્સૂરી.(મુસ્લિમ સોસાયટી, મીઠાખળી છ રસ્તા) ને ઝડપી લીધો હતો. ઝહીન પાસેથી પોલીસને ચાઈનીઝ દોરીના 17 ટેલર મળ્યા હતા. ઝહીને આ ટેલર ઢાલગરવાડામાં રહેતા રમીઝ આબિદહુસેન મન્સૂરી(ઉ. વ.32) પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે રમીઝને પણ 5 ટેલર સાથે ઝડપી લીધો હતો. જેની ગંભીરતાથી નોંધ લઈને પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવે સાઈબર ક્રાઇમ મારફતે તે 12 કંપનીઓને નોટિસ પાઠવી છે,ઓનલાઇન કંપનીઓને ચાઈનીઝ દોરી નું વેચાણ અને સપ્લાય બંધ કરી દેવા જણાવવામાં આવ્યું છે. સપ્લાય બંધ નહીં કરવામાં આવે તો ઓનલાઇન કંપનીઓ સામે ગુનો નોંધવામાં આવશે એમ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.