ન્યુઝ ડે નેટવર્ક.
આખા દેશ માં એક એક કરીને રેલીઓ કરીને જૈન સમાજ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. બે દિવસ અગાઉ અમદાવાદ માં ગાંધી આશ્રમ ખાતે હજારો ની સંખ્યા માં જૈન સમાજ દ્વારા રેલી યોજાઇ હતી તો આજે સુરત માં પણ જૈન સમાજ દ્વારા એક લાંબી રેલી યોજાઇ ગઇ.સુરત માં ત્રણ કિલોમીટર લાંબી મૌન રેલી જૈન સમાજ દ્વારા યોજવામાં આવી હતી.આ રેલી પાર્લેપોઇન્ટ વિસ્તાર થી શરૂ થઈ કલેકટર કચેરી ખાતે ગઈ હતી.આ રેલીમાં હજારો ની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.આ દેખાવો નુ મુખ્ય કારણ ઝારખંડ સ્થિત સમમેત શિખર ને પર્યટન સ્થળ ઘોષિત કરવા સામે વિરોધ છે.આ નિર્ણય ઝારખંડ સરકાર પચુંલે તેના માટેની આ લડત છે.જૈન મુનિઓ ની માનીએ તો પર્યટન સ્થળ ઘોષિત કરવામાં કારણે ત્યાં ફાઈવ્ સ્ટાર હોટલ ને મંજૂરી મળી જાય, નોનવેજ અને અધાર્મિક વસ્તુઓ નીતિઓ નો વ્યાપ વધે તેવો છે.તેથી સરકાર આ નિર્ણય પાછો લઈ તીર્થ સ્થાન ને તીર્થ સ્થાન જ રહેવા દે તેવી માંગ સાથે એક બાદ એક આ દેખાવો થઈ રહ્યા છે.