“ગેનીબેન ઠાકોર નાં ભાજપ તરફી બદલાયેલા સુર”

ન્યુઝ ડે નેટવર્ક.
ગત 2017 વિધાનસભા ની ચુંટણીમાં કોંગ્રેસ તરફથી વાવ વિધાનસભા સીટ જીતનારા ગેનીબેન ઠાકોર પોતાના સ્પષ્ટ વલણ માટે જાણીતા છે.અવારનવાર તેઓ ભાજપ ની સામે બિન્દાસ બોલતા જોવામાં આવ્યા છે પરંતુ આજે કઈક ઊંધું ચિત્ર જોવા મળ્યું છે.
વાવ વિધાનસભા નાં ભૂતપૂર્વ વિધાયક આજે કાંકરેજના ચાંગા ગામે આજે ધારાસભ્ય અમૃતજી ઠાકોર માટે યોજાયેલા ઋણ સ્વીકાર કાર્યક્રમ બોલતા ગેની બેન ઠાકોર અલગ જ અંદાજ માં નજર આવ્યા.ભાજપ ને ખરીખોટી સંભળાવનાર ગેની બેન આજે ભાજપ નાં વખાણ કરતા જોવા મળ્યા.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ નાં કોંગ્રેસ નાં પ્રદેશ અધ્યક્ષ પણ ઉપસ્થિત હતા છતાં ગેની બેન દ્વારા ભારતીય જનતા પાર્ટી નાં વખાણ કરવાનું ચૂક્યા નહિ.ગેની બેન અહીંયા જ ન રોકાયા ભારતીય જનતા પાર્ટી નું વખાણ કરતા ગેની બેને કોંગ્રેસ ને આજે ખરી ખોટી સંભળાવી.ભારતીય જનતા પાર્ટી ની શિસ્ત નાં વખાણ કરતા ગેની બેન બોલી ગયા કે ત્યાં ટિકિટ કપાય તો પણ કોઈ વિગ્રહ કરતો નથી અને અહીંયા તો જૂથ બંદી થી જ ઉચા નથી આવતા.