“નવસારી માં ફરી ગોઝારો અકસ્માત”

ન્યુઝ ડે નેટવર્ક.
2 દિવસ પહેલા જ અમદાવાદ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ની મુલાકાત લઈને પરત ફરી રહેલી બસ ને નવસારી હાઇવે પર અકસ્માત નડ્યો હતો જેમાં કાર નાં 9 લોકો સહિત બસ ડ્રાઈવર ને એટેક આવતા કુલ 10 લોકોના મૌત થયા હતા. આ ઘટના ને હજુ કલાકો વીત્યા બાદ ફરી આજે નવસારી હાઇવે પર ગોઝારો અકસ્માત થયાના સમાચાર છે.
નવસારી હાઇવે ન. 48 પર વેસ્મા ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.સુરત થી નવસારી જતી કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર કૂદીને રોંગ સાઇડ જતા આ અકસ્માત સર્જાયો હતો.સદનસીબે કાર માં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.ઘાયલ લોકોને નજીક નાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.