“નોટબંધી નાં નિર્ણય પર સુપ્રીમ માં આજે સુનાવણી”

ન્યુઝ ડે નેટવર્ક.
8 નવેમ્બર 2016 નાં દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા નોટ બંધી જાહેર કરવામાં આવી હતી.જેને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટ માં દાખલ કરવામાં આવી હતી.આ અરજીઓ લગભગ 58 ની સંખ્યામાં હતી.ન્યાયમૂર્તિ અબ્દુલ નજીરની અધ્યક્ષતામાં પાંચ જજોની સંવેધાનિક બેંચે પાંચ દિવસની ચર્ચા બાદ 7 ડિસેમ્બરે ચુકાદો સુરક્ષિત રાખી દિધો હતો.આ બેન્ચ માં ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીર,ન્યાયમૂર્તિ બી આર ગવઈ,ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના,ન્યાયમૂર્તિ વી સુબ્રમણ્યમ અને ન્યાયમૂર્તિ બી વી નાગરત્ના સામેલ છે.
પાછલી તારીખે કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખતા કેન્દ્ર અને આરબીઆઈ ને આ નિર્ણય સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજ રજૂ કરવા આદેશ આપ્યો હતો.જેને સીલબંધ કવર માં જમા કરાવી દેવાયા છે.ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીર પોતાની નિવૃત્તિ નાં બે દિવસ પહેલા આ મહત્વપૂર્ણ બાબતે ચુકાદો આપશે તેવી સંભાવના છે.