“31 ડિસેમ્બર ની તૈયારી રૂપે અમદાવાદ ટ્રાફિક પોલીસ નો એક્શન પ્લાન”

ન્યુઝ ડે નેટવર્ક.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યુવાનો માં ખાસો ઉત્સાહ હોય છે.જેને ધ્યાન માં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ ખાસ પ્લાન તૈયાર રાખ્યો છે.જેમાં કયા સ્થળ પર કઈ પ્રકાર ના વાહનો પર પ્રતિબંધ,ક્યાં વાહનો ની અવર જવર પણ સંપૂર્ણ પ્રતિબંધ ,નશાખોર પ્રવુત્તિ સામે દંડ વગેરે નું સમાવેશ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ નાં સીજી રોડ સાંજે 6 વાગ્યા થી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે સાથે જ ભારે અને માધ્યમ ભારે માલવાહક વાહનો પર એસ જી હાઇવે પર પ્રતિબંધ લગાવવાના આવ્યો છે.
સીજી રોડ પર પંચવટી થી સ્ટેડિયમ સર્કલ સુધી વાહનો નહિ ચલાવી શકાય સિવાય કે કોઈ ઇમરજન્સી કારણ હોય.સાથે જ આ રૂટ પર વાહનો પાર્ક કરવાની પણ મનાઈ છે.આ રૂટ પર રાત્રે 3 વાગ્યા સુધી કોઈ અવર જવર કરી નહિ શકાય.એસ જી હાઇવે પર પકવાન સર્કલ થી સાણંદ ચોકડી પર (સર્વિસ રોડ સહિત)પાર્કિંગ કરવાની મનાઈ છે.દારૂ પીને ગાડી ચકવાનાર સામે ગુનો નોંધી ગાડી ડિટેઇન કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.