ન્યુઝ ડે નેટવર્ક.
છેલ્લા કેટલાય મહિનાઓ થી ખેડૂતો દ્વારા શિયાળામાં દિવસે વીજળી આપવાની માંગ થતી રહી છે.આ પાછળ નું કારણ રાત્રે પડતી ઠંડી અને જંગલી પ્રાણીઓ નો ભય રહ્યો છે.સૌરાષ્ટ્ર માં તો સિંહો દિપડા નો ભય વધુ છે.તેથી અવારનવાર ખેડૂતો દ્વારા સરકાર ને આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી.
આ સમગ્ર બાબત માં કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાહત નાં સમાચાર આપ્યા છે.ખેડૂતો ને રવિ પાક સીઝનમાં દિવસે વીજળી આપવાનું પ્રથમ તબક્કા નું કાર્ય પૂર્ણ થયું છે.જંગલી વિસ્તાર વચ્ચે ખેતી કરતા ખેડૂતો ને દિવસે ત્રણ તબક્કા માં વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવશે જેનાથી આવા ખેડૂતો ને લાભ થશે.