આવતી કાલે 31 મી ડિસેમ્બર હોવાથી અસામાજિક તત્વો દ્વારા અથવા કોઈ પણ દ્વારા કાયદા નું ઉલંઘન નાં થાય એના માટે વડોદરા પોલીસ પણ સજ્જ છે.
રોહન આનંદ SP રૂરલ માહિતી આપતા કહ્યું હતું કે મોટા ભાગના ફાર્મ હાઉસ ની ચેકીંગ થઈ ચૂકી છે ,વાહનો ની ચેકીંગ ચાલે છે.રાત્રે 10 વાગ્યા બાદ લાઉડ મ્યુઝિક ની છૂટ નથી.તેમને લોકોને કાયદા વ્યવસ્થાનું પાલન કરવા તેમજ આલ્કોહોલ થી દુર રહેવા પણ લોકોને અપીલ કરી હતી.
વડોદરા શહેર ડીસીપી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે 53 નાકા પર ચેકીંગ ચાલે છે,કેટલીક જગ્યાએ નો પાર્કિંગ અને નો એન્ટ્રી પણ જાહેર કરાઈ છે. નશાખોરી પકડવા બ્રેથ એનેલાઈજર અને NDPS કીટ ની પણ વ્યવસ્થા કરાઇ છે.મહિલાઓ ની છેડતી કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવાની વાત પણ તેમને કહી હતી.