“ચાઇનીઝ દોરી જથ્થા પર પોલીસ નો દરોડો”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ.

    ઉતરાયણ નજીક છે અને પતંગ રસિયાઓ પણ તૈયારી માં લાગી ગયા હશે.આ બધા વચ્ચે દોરી થી ગળા કપાવાના બનાવો નો પણ ભય રહેલો છે.ભૂતકાળ માં આવા બનાવો થી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.આ બધા વચ્ચે સરખેજ નો એક વેપારી 3 દિવસ પહેલા જ ચાઈનીઝ દોરી વેચવાના ગુનામાં પકડાયો હતો. પોલીસે આ વેપારીના ફતેવાડી સ્થિત ગોડાઉન પર દરોડો પાડી કડીથી લવાયેલી 2.54 લાખની દોરી પણ જપ્ત કરી હતી. સરખેજ -ફતેવાડી વિસ્તાર માં આવેલી મહંમદ ફ્લેટની નીચે 2 દુકાનમાં પતંગ-દોરી નું ગોડાઉન ધરાવતા વેપારીના ગોડાઉન માંથી સરખેજ પોલીસે રૂ.2 54 લાખની કિંમતની ચાઈનીઝ દોરી ના 2520 રીલ પકડી પાડ્યા હતા. આ સાથે પોલીસે ગોડાઉનના માલિકની પણ ધરપકડ કરી હતી. વેપારી જુહાપુરામાં પતંગ-દોરી સહિત સિઝનેબલ સ્ટોલ કરતો હતો. તેમજ કડીથી ચાઈનીઝ દોરી લાવીને નાના-મોટા વેપારીઓને આપતો હતો બાગમાં ડુપ્લેક્સ માં રહેતા અબ્દુલ ગની અબ્દુલ હમીદ શેખ (47) ફતેવાડી મહંમદ ફ્લેટ નીચે 2 દુકાનમાં ગોડાઉન ધરાવીને પતંગ-દોરીનો ધંધો કરતો હતો. સરખેજ પીઆઇ ચાવડા ને બાતમી મળી હતી કે અબ્દુલ ગની ચાઈનીઝ દોરી નું વેચાણ મોટા પાયે કરતો હોવાની માહિતી મળી હતી. બાથમી ના આધારે પી.આઈ વી. જે. ચાવડાએ ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. ક્યાંથી ખોખામાં ભરી રાખેલા ચાઈનીઝ દોરીના 2520 રીલ મળી આવ્યા હતા. પોલીસે અબ્દુલ ગની ની ધરપકડ 3 દિવસ પહેલા જ કરી હતી. ચાઈનીસ દોરીનો આ જથ્થો કડીના ભગવાનભાઈ 25 ડિસેમ્બરે અબ્દુલ કરીને આપી ગયો હતો. અબ્દુલ ગની આ ચાઈનીઝ દોરી નાના મોટા વેપારીને એક રીલના રૂ.60 માં વેચતો હોવાનું તેણે પોલીસ સમક્ષ કબુલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ નુકસાન કરતી ચાઇનીઝ દોરી પ્રતિબંધિત શ્રેણી માં આવે છે પરંતુ તો પણ અમુક લોકો લાભ ની લાલચ માં આનો વેપાર કરવાનું ચૂકતા નથી.આ ચાઇનીઝ દોરી નાં કારણે માનવ ને તો ઠીક પક્ષીઓ ને પણ ખૂબ ઈજાઓ થઈ છે.