ન્યુઝ ડે નેટવર્ક.
આજે દેશભરમાં ગુરુ ગોવિંદ સિંહ પ્રકાશ પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે .આ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.
29 ડીસેમ્બર એટલે શીખો નાં દસમા ગુરુ ગોવિંદ સિંહ જી નો પ્રકાશ પર્વ.વીર બહાદુર ગુરુ ગોવિંદસિંહ જી નો જન્મોત્સવ દર વર્ષે પૌષ મહિના ની શુક્લ પક્ષ ની સપ્તમી નાં રોજ મનાવવામાં આવે છે..ધર્મ ની રક્ષા માટે સદૈવ તત્પર રહેવા વાળા ગુરુ ગોવિંદસિંહજી એ અન્ય લોકો નાં જીવન માં પ્રકાશ લાવવા માટે અને કલ્યાણ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.ગુરુ ગોવિંદ સિંહજી ની જયંતિ ને દેશ ભરમાં પ્રકાશ પર્વ તરીકે મનાવવામાં આવે છે.
ગુરુ ગોવિંદ સિંહજી એ જ ખાલસા પંથ ની સ્થાપના કરી હતી.સાથે જ શીખો ને જીવન જીવવા માટે પાંચ ‘ ક ‘ કેશ ,કડા, કિરપાન, કચ્છા અને કંઘી ધારણ કરવા કહ્યું હતું.દરેક ખાલસા શીખે આ પાલન કરવું જરૂરી છે.પ્રકાશ પર્વ પર દેશ ભર માં લોકો ભજન કિર્તન, લંગર અર્દાસ વગેરે ને આયોજન કરે છે અને એક બીજાને શુભેચ્છાઓ આપે છે.