” 6 રાજ્યો અને 53 લોકસભા સીટો પર સમેટાયેલી કોંગ્રેસ આજે 138 વર્ષની ,આજે સ્થાપના દિવસ”

ન્યુઝ ડે નેટવર્ક.
રાજનીતિ વિચારધારા ની લડાઈ છે જેમાં સત્તા કોઈનું કાયમી સરનામું નથી હોતું.તે પક્તીઓ ને સાર્થક કરતા ઘણા બનાવ આ દેશે જોયા છે.આજે એવું જ કઈક કોંગ્રેસ માટે પણ છે.
વર્ષ 1985 માં સ્થાપિત થયેલી કોંગ્રેસ પાર્ટી ને જવાહર લાલ નહેરુ અને ગાંધી પરિવાર નાં નેતૃત્વ થકી આ દેશ પર દશકાઓ સુધી રાજ કર્યું.એક સમય એવું પણ હતું કે કોંગ્રેસ નો સૂરજ મધ્યાહને હતું. ગુજરાત માં પણ 2022 નાં વિધાનસભા ઇલેક્શન પહેલા કોંગ્રેસ નું વિજયી રેકોર્ડ હતું જે 2022 ભારતીય જનતા પાર્ટીએ તોડ્યું.
કોંગ્રેસ નાં 138 વર્ષના ઈતિહાસ માં ઘણી બધી લોકવાયકાઓ કોંગ્રેસ માટે છે.મહાભારત શ્રી કૃષ્ણનું એક વાક્ય છે કે જે જીતે છે એ જ ઈતિહાસ લખાવે છે.તેમ કોંગ્રેસ વર્ષો સુધી સત્તા પર અકબંધ રહી અને તેના પ્રમાણે જ,તેના ઇશારે જ ઈતિહાસ લખાયું. એ ઈતિહાસ માં તેના ગુણગાન હતા.એવું દસકાઓ સુધી કહેવામાં આવ્યું કે આઝાદી માત્ર કોંગ્રેસ નાં કારણે મળી.પરંતુ આવું કહેવું વધુ હોય શકે કારણ કે એવા ઘણા શહીદો કે જે દેશ માટે આઝાદી ની લડાઈ માં શહીદ થયા એ કોંગ્રેસ નાં સદસ્ય નોહતા.
આજે જયપુર માં રાજસ્થાન નાં મુખ્યમંત્રી અશોક ગેહલોત નિવેદન આપતા કહ્યું કે 138 વર્ષ નો સફર કાપીને કોંગ્રેસ અહીંયા આવી છે,ભારતીય જનતા પાર્ટી અને આર એસ એસ સાથે તેમની લડાઈ ચાલુ રહેશે.ભાજપ સંવિધાન ની ધજ્જી ઉડાવી રહ્યું છે.દેશ આ સહન નહિ કરે.
સત્તા નાં મધ્યાહને તપતા પોતાના સૂરજ માં કદાચ કોંગ્રેસ પોતે જ છકી ગઈ અને પ્રજા સાથે નું જોડાણ ભૂલી ગઈ.લોકતંત્ર ની દુહાઈ આપનારી કોંગ્રેસ આ જ દેશના વિવિધ ધર્મો જેના કારણે દેશ મજબૂત છે તેની સાથે ચેડાં કરી એક ધર્મ ની લાગણીઓ દુભાવતી રહી જેના કારણે કોંગ્રેસ કદાચ આજે સત્તા માં નથી.138 વર્ષ ની કોંગ્રેસ પોતાની ભૂલો સુધારી આગળ વધશે તો કદાચ આ દેશ મજબૂત લોકતંત્ર જોઈ શકસે.