“વડોદરા કેમ્પસમાં નમાજ મુદ્દે વાતાવરણ તંગ”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ.
શૈક્ષણિક સંસ્થાઓ માં ધાર્મિક વાતાવરણ મુદ્દે ફરી બે ગ્રુપ સમ સામે થયાના કિસ્સા માં ઉમેરો કરતો બનાવ ગઈ કાલે વડોદરા માં બની ગયો. સંસ્કારી નગરી ની એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ પડતા ભારે હોબાળો થયો હતો.આ જ ઘટના યુનિવર્સિટીમાં બીજી વાર બની છે.આ બનાવ નાં પગલે યુનિવર્સિીમાં ચર્ચાઓએ જોર પકડ્યું. કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થી એ પરીક્ષા પહેલા કેન્ટીન પાસે નમાઝ પઢતા વિજિલન્સ વિભાગ દોડી આવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવા દેવામાં આવ્યા હતા. આ વિવાદ વધુ ન વકરે તેની સાવચેતી રૂપે સયાજીગંજ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. આ ઘટના ની જાણ થતાં વીએપી પ્રમુખ સહિતના કાર્યકરોએ કેમ્પસ માં બિલ્ડીંગ ખાતે આવી રામધૂન બોલાવી હતી. તેમણે સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગંગાજળ પણ છાંટ્યું હતું. વડોદરા શહેર માં આવેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજય વર્ગીય શૈક્ષણિક ધામમાં થયેલ આ વિવાદ મુદ્દે કહ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્ર ખૂબ જ પવિત્ર છે ત્યાં આવી બાબતોથી બચવું જોઈએ. સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે શનિવારે એક પુરુષ અને મહિલા દ્વારા જાહેરમાં નમાઝ પઢી હતી જેનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ સોમવારે કોમર્સ ફેકલ્ટીના બિલ્ડીંગ ખાતે એસવાય બીકોમ ની પરીક્ષા ચાલુ થાય તે પહેલા ફરી બે વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાજ પઢી હતી આ બાબતે વિવાદ સર્જાયો હતો.જોકે સમગ્ર વિવાદ દરમિયાન કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.