“ઓરંગઝેબ નાં સામે ગુરુ ગોવિંદસિંહ પહાડ ની જેમ ઉભા હતા:વડાપ્રધાન”

ન્યુઝ ડે નેટવર્ક.
૨૬ ની ડીસેમ્બર “બાળ દિવસ” તરીકે ઉજવણી વખતે એક સભા ને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ આજે કહ્યું કે ઓરંગઝેબ નાં બદ ઈરાદાઓ ની સામે ગુરુ ગોવિંદસિંહ ચટ્ટાન ની માફક ઉભા રહ્યા હતા.આગળ વડાપ્રધાને ઉમેર્યું કે જોરાવર સિંહ અને ફતેહસિંહ જેવા બાળકો સાથે ઓરંગઝેબ ની શું દુશ્મની હતી?બે નિર્દોષ બાળકો ને જીવતા દિવાલ માં ચણી નાખવા જેવી બર્બરતા કેમ કરવામાં આવી? આ બધું હજારો વર્ષ જૂનું નથી ,આ બધું આ દેશ ની માટી માં માત્ર ૩ સદી પહેલાં જ થયેલું છે.એક તરફ ધાર્મિક કટ્ટરતા અને એ કટ્ટરતા માં આંધળી મુગલ સલ્તનત તો બીજી બાજુ જ્ઞાન અને તપસ્યા માં લીન આપડા ગુરુઓ,ભારત ના પ્રાચીન માનવીય મૂલ્યો ને જીવવા વાળી પરંપરા.વીર બાળ દિવસ આપણ ને બતાવશે કે ભારત શું છે? ભારત નો પરિચય શું છે. આ સાથે વડાપ્રધાને બાળ દિવસ નું શુભકામનાઓ આપી હતી.