ન્યુઝ ડે નેટવર્ક.
ચીન માં કોરોનાએ ફરી માથું ઉંચકતા દેશ અને રાજ્યમાં પણ લોકો સતર્ક થયા છે ત્યારે બાયડ વિધાનસભા થી અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી થયેલા ધવલ સિંહ ઝાલા પણ સક્રિય થયા છે.શુક્રવાર નાં રોજ બાયડ નાં ધારા સભ્યે માલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પોહોચ્યા હતા અને આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટર નર્સ સહિતના સ્ટાફ સાથે મુલાકાત કરીને જરૂરી ચર્ચા કરી હતી.ધારા સભ્યે હોસ્પિટલ માં દાખલ દર્દીઓ ને ખબર અંતર પૂછ્યા હતા અને પ્રસુતાઓને બાળ કીટ ભેટ આપી હતી.બીજી તરફ કોરોના સંકટ માં તકેદારી નાં ભાગરૂપે તૈયારીઓ અને વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું.