ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ.
મુખ્યમંત્રીની સૂચનાથી મંત્રીઓની ઓફિસમાં વિઝીટર્સ મોબાઈલ નહીં લઈ જઈ શકશે. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુચના આપી હતી કે કોઈપણ મુલાકાતી મંત્રીઓની ચેમ્બરમાં મોબાઇલ લઈને પ્રવેશ કરી શકશે નહિ. તેમણે પોતાના મોબાઈલ ફોન મંત્રીની ચેમ્બરની બહાર સુરક્ષા જવાનોની પાસે જમા કરાવવાના રહેશે. આગળની સરકારમાં રજૂઆત કરવા આવેલા લોકો મુખ્યમંત્રીઓ સાથે થતી ચર્ચાને છુંપી રીતે મોબાઈલ રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયા પર ફરતા કરી દેવાના કિસ્સા બન્યા હોવાના પગલે આ સૂચના આપવામાં આવી છે. મંત્રીઓ એ સોમવારથી શુક્રવાર સુધી ફરજિયાત સચિવાલયમાં હાજર રહેવાનું રહેશે. ધારાસભ્યો સાંસદો તેમજ તેમની સાથેના કાર્યકરો અને અરજદારોને મળવાનું શિડયુલ આપવામાં આવ્યું છે. સોમવારે સવારે 10:30 વાગ્યાથી સાંજે અરજદારો હોય ત્યાં સુધી દરેક મંત્રીઓ એ અરજદારોને મુલાકાત આપીને તેમના પ્રશ્નોનું હલ નિરાકરણ લાવવાનું રહેશે.