“કોંગ્રેસ નાં ધારાસભ્યો બે જ હરોળ માં સમાઈ ગયા”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ.
ગાંધીનગર વિધાનસભા માં બેઠક વ્યવસ્થા ફાળવણી વખતે 20 પૈકી 16 હરોળ માં ભાજપના ધારાસભ્યો ને બેઠકો ફાળવાઇ.. કોંગ્રેસના બધાં જ ધારાસભ્યો માત્ર પ્રથમ 2 હરોળ માં જ સમાઈ ગયા હતા.જ્યારે તેમની પાછળની હરોળ માં આમ આદમી પાર્ટીના પાંચ ,સપાના એક અને ત્રણ અપક્ષ ને સ્થાન આપવામાં આવ્યું હતું.વિધાનસભામાં ભાજપે 156 સીટ સાથે ઐતિહાસિક જીત હાંસિલ કરી જેના લીધે સમગ્ર ગૃહમાં ભાજપનાં જ ધારાસભ્યો જોવા મળતાં હતાં.20 હરોળમાં બેન્ચ ગોઠવવામાં આવી છે.16 હરોળમાં આગળ થી પાછળ સુધી ભાજપના ધારાસભ્યો માટે જ જગ્યા ફાળવવામાં આવી હતી. કોગ્રેંસના વિપક્ષનાં નેતા હજુ નક્કી નહી હોવાથી ઉપાધ્યક્ષ નાં બાજુના સ્થાને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા ને બેસાડવામાં આવ્યા હતા.ભૂતપૂર્વ અધ્યક્ષ રમણ વોરા ,ગણપત વસાવા,ભૂતપૂર્વ મંત્રી જીતુ વાઘાણી,નરેશ પટેલ ને પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.જ્યારે પૂર્ણેશ મોદી ,ઈશ્વર પટેલ,જયદ્રથસિંહ પરમાર,આરસી પટેલ ને ટ્રેઝરી બેંચમાં પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યાં હતા.