‘અપક્ષ ધારાસભ્ય ધવલ સિંહ દ્વારા ભાજપ નું સમર્થન”

ન્યુઝ ડે નેટવર્ક.
ગુજરાત વિધાનસભા નાં ઇલેક્શન બાદ 156 જેવી રેકોર્ડ બ્રેક સિટો સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી ફરી થી સત્તા માં આવી છે ત્યારે અપક્ષ ધારા સભ્યો નો પણ સાથ સત્તા પક્ષ ભાજપ ને મળી રહ્યો છે.
બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાએ ભારતીય જનતા પાર્ટી ને સમર્થન કરતો પત્ર વિધાનસભા નાં નવા ચૂંટાયેલા અધ્યક્ષ શંકરભાઈ ચોધરી ને આપી ભારતીય જનતા પાર્ટી ને પોતાનો સમર્થન જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતર માં યોજાયેલીવિધાન સભા ચૂંટણી માં ધવલ સિંહ ઝાલા ને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી નહોતી છતાંય ધવલ સિંહ ઝાલા બાયડ વિધાનસભા થી સારી એવી સરસાઇ સાથે જીતી આવ્યા હતા.