ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર .
રાજ્યની શાળાઓમાં ધોરણ-9ના અભ્યાસક્રમમાં આ જ શૈક્ષણિક સત્રથી જ પ્રાકૃતિક ખેતીનો અલગ અભ્યાસક્રમ સામેલ કરવામાં આવશે એવુ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે. જીતુભાઇએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી. તેઓએ જણાવ્યુ કે, હવે પછીના વર્ષોમાં ક્રમશઃ ધોરણ-10,11 અને 12ના અભ્યાસક્રમોમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને દાખલ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સરકાર જ્યારે પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સામેલ કરી રહી છે ત્યારે આ અભ્યાસક્રમને વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી કોણે આપવામાં આવશે એ પણ મહત્વનો પ્રશ્ન છે, જે શિક્ષકો અત્યારે વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ભણાવી રહ્યા છે તેઓને જ આ વધારાની જવાબદારી સોંપવામાં આવેશે કે પછી આ માટે નવી ભરતી કરીને શિક્ષકો લેવામાં આવશે એ અંગે હજુ સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી.