“પૈસા ફેંકો ડિગ્રી મેળવો-બોગસ ડિગ્રી સર્ટિફિકેટ દેશવ્યાપી કોભાંડ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
સાઈબર ક્રાઇમ બ્રાંચને બોગસ ડિગ્રી સર્ટિફિકેટ નો દેશવ્યાપી રેકેટ ને પકડવામાં સફળતા મળી છે.વિદેશ જવા માટે વિઝા મેળવવા ,ફાર્મસી લાઇસન્સ અથવા ખાનગી નોકરી મેળવવા માટે આઠ થી દસ લાખ માં જોઈએ તેવી ડિગ્રી સર્ટિ ઇસ્યુ કરવાના કોભાંડ નો સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
ગુજરાત ફાર્મસી કાઉન્સિલ ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત દેશની 108 યુનિવર્સિટી ની 82 ડીગ્રીઓ નાં બનાવટી સર્ટિ આપવાના યોજનાબદ્ધ કોભાંડ માં પશ્ચિમ બંગાળ ને બે આરોપીઓની ધરપકડ થતાં સમગ્ર કોભાંડ બહાર આવ્યો છે.
ગુજરાત ફાર્મસી કાઉન્સીલે સપ્ટેમ્બર 2020 માં નોંધાવેલી ફરિયાદ બાદ ઊંડી તપાસ કર્યા બાદ આ સમગ્ર કોભાંડ પકડવામાં સફળતા મેળવી છે.દેશની 108 યુનિવર્સિટી ની વેબસાઈટ હેક કરી બનાવટી રજીસ્ટ્રેશન થી સર્ટિ આપવા સુધી યોજનાપૂર્વક ગુનાખોરી પશ્ચિમ બંગાળ થી ચલાવવામાં આવતી હતી.સાઈબર ક્રાઇમ બ્રાન્ચ આ કોભાંડ માં દેશના તમામ રાજ્યોમાં આવેલી 108 યુનિ.84 પ્રકારના અભ્યાસક્રમના બનાવટી સર્ટિ.5854 વિદ્યાર્થીઓને અપાયા હોવાની જાણ કરશે યુનિ.ની વેબસાઇટ હેક કરી અથવા તો માણસો ને ફોડી ચલાવાતા કોભાંડ ને રોકવા કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે.
બે વર્ષ પહેલા ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા રાજકોટ ની આર કે યુનિવર્સિટી નાં બેચલર ઓફ ફાર્મસીના માર્કશીટ અને સર્ટિ બનાયા હોવાની જાણ થઈ હતી.એક ફાર્માસિસ્ટ નું બનાવટી સર્ટિ ફાર્મસી કાઉન્સિલ નાં ડેટા બેઝ માં હતું.પરંતુ ફિઝિકલ ડેટાબેઝ માં આ જ નંબર નું સર્ટિ બીજા વ્યક્તિ નાં નામે હતું.આ બાબત ને ગંભીરતા થી લઇ ફાર્મસી કાઉન્સીલે સાયબર ક્રાઇમ બ્રાન્ચ નો સંપર્ક કર્યો હતો.22 સપ્ટેમ્બર 2020 નાં રોજ સાઈબર ક્રાઇમ બ્રાન્ચે કાયદેસર ફરિયાદ નોંધીને ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી.
દિલ્હીથી મૃગાંક ચતુર્વેદી નામનો આરોપી ઝડપાતા એવી માહિતી મળી હતી કે ફાર્મસી કાઉન્સિલ અને આર કે યુનિવર્સિટી ની વેબસાઇટ હેક કરીને બનાવટી સર્ટિ બનાવી આપવામાં આવ્યું હતું.મૃગાંક ની પૂછપરછ માં થી સામે આવ્યું હતું કે ખાસ સોફ્ટવેર ની મદદ થી યુનિ. ઓ ની વેબસાઇટ હેક કરી તેના આઈ ડી પાસવર્ડ આપવામાં પશ્ચિમ બંગાળ નાં બે વ્યક્તિ નાં નામ ખુલ્યા હતા.લગભગ એકાદ વર્ષ ની તપાસ બાદ પશ્ચિમ બંગાળ નાં બે આરોપી અતુનું નીમય ચંદ્ર પાત્રા (33) અને સુધાકર મલયકુમાર ઘોષ(30) ની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.