“અખંડ ભારત માં સૌપ્રથમ રજવાડું આપનાર મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ના જન્મજયંતી વિશેષ “

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
આઝાદીના પૂર્વ દિવસો માં જ્યાં આઝાદી મળવાનો ઉત્સવ યોજાવાની તૈયારીઓ હતી ત્યાં અનેક ચિંતાઓ પણ હતી.એમાં ની એક ચિંતા હતી આ દેશ ને ફરીથી અખંડિત બનાવવાની.એના માટે ભેગા કરવાના હતા રજવાડાઓ અને આ કામ હતું લોખંડી પુરુષ સરદાર નાં ખબા પર.પરંતુ આ ચિંતાઓ માં જે રસ્તો મળ્યો એ નામ હતું ભાવનગર નાં મહારાજ કૃષ્ણકુમાર સિંહજી.
1800 પાદરના ધણી એવા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જેમની ખાનદાની અને ખમીરની શું વાત કરવી!એક નાનો એવો પ્રસંગ યાદ આવે છે.

આઝાદી પછીનાં સમય દરમ્યાન રજવાડાં એકત્રીકરણ માટે જ્યારે વલ્લભભાઈ પટેલ પોતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને મળે છે ત્યારે વલ્લભભાઈ પટેલ અખંડિત અને એક ભારતની વાત જ્યારે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને કરે છે ત્યારે 1800 પાદરનાં ધણી પોતે સૌપ્રથમ પોતાનું રજવાડું વલ્લભભાઈ પટેલને સોંપે છે….

રજવાડું સોંપતી વખતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ પોતે પોતાની બધી જ સંપત્તિ આપી દે પરંતું મહારાણી સાહેબ ના દાયજામાં આવેલ સંપત્તિ માટે મહારાણી સાહેબ ને એક નોકર દ્વારા પુછાવવામાં આવે ત્યારે મહારાણી સાહેબ નો જવાબ આવે છે…. “હાથી જતો હોય તો એનો શણગાર પણ સાથે જ જાય એને ઉતારવાનો ના હોય.. “વાહ શું ખાનદાની.

આજે આ પ્રજા ને જે રાજા થકી અખંડિત ભારતનું નિર્માણ થયું તે પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નું સુત્ર હતું ..
“મારી પ્રજાનું કલ્યાણ થજો”
આવા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને આજે એમના જન્મ જયંતી પર વંદન.
Attachments area