“વિશ્વામિત્રી માં આવતા પુર ને ધ્યાન માં રાખી તંત્ર સજ્જ”

ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા.
દર વર્ષે ચોમાસા સાથે શહેરીજનો ને પડતી મુશ્કેલીઓ સાથે ગ્રામ્ય વિસ્તાર માં પણ પડતી તકલીફો ને ધ્યાન માં રાખીને તંત્ર દ્વારા આગમ ચેતીના ભાગ રૂપે વિવિધ સ્તરે આયોજન થઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લા માં થી પસાર થતી વિશ્વામિત્રી નદી ને લઈને પણ તંત્ર કમર કસી લેવાના મૂડમાં છે.
દર વર્ષે વડોદરા માં થી પસાર થતી વિશ્વામિત્રી નદી માં આવતા પાણી ને લઈને સ્થિતિ ગંભીર બનતી હોય છે અને તેવા સંજોગો માં તેમાં રહેતા મગર નો પણ ભય હોય છે.વધુ પાણી આવતા આ મગર શહેર માં પણ ફરતા જોવા મળ્યા છે.
આ બધી જાણકારીઓ સાથે તંત્રે સંભવિત તકલીફો માટે કામગીરી ની સમીક્ષા બેઠક કરવામાં આવી.નદી માં આવતા પુર ને ધ્યાન માં રાખીને તંત્ર દ્વારા NDRF ની ટીમ તૈનાત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠક વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીઓ ની બેઠક કલેકટર ની અધ્યક્ષતામાં યોજાઇ હતી.ભૂતકાળ માં પૂરગ્રસ્ત ગામોની સ્થિતિ નો તાગ મેળવવા પણ સૂચના આપવામાં આવી છે.