ન્યૂજ ડે નેટવર્ક ,ગાંધીનગર.
વિવાદ જૂનો છે અને લોક લાગણી સાથે જોડાયેલુ પણ છે.કેટલાય વિરોધ માં અને કેટલાય સમર્થક છે. ભારતીય જનતા પાર્ટી નો જ્યારે ગુજરાત માં સૌ પ્રથમ મોટો વિજય થયો હતો ત્યારથી આ નામનું વિવાદ ચાલી રહ્યું છે. કર્ણાવતી નામ થી ઓફિશિયલી નહીં પણ ભાવનાઓથી ઓળખાતી આ નગરી એટ્લે આપડું અમદાવાદ. 1987 માં ભારતીય જનતા પાર્ટીએ પહેલો સૌથી મોટો વિજય નોધાવ્યો ત્યારથી આ વિવાદ ચાલી રહ્યું છે .ભાજપા ના સમર્થક ત્યારથી આ માંગણીઓ કરી રહ્યા છે.કેટલીય પેઢીઓ બદલાઈ ગઈ સત્તા માં પણ અને સત્તા નિર્માણ કરવા વાળા મતદારો માં પણ. પરંતુ હજુ વિવાદ યથાવત છે લોકો હજુ સત્તા ને પ્રશ્ન પૂછી રહ્યા છે કે નગર નું નામ ક્યારે કર્ણાવતી કરશો?
આ નામ સામે વિરોધ નોધવનારો વર્ગ પણ ખૂબ મોટો છે. જબ કુત્તે પે સસ્સાં આયા તબ એહમદ શાહ ને અહમદાબાદ બસાયા સાંભળીને મોટા થયેલા લોકોની પણ લાગણી છે. આ બધા વચ્ચે આજે નગરદેવી ભદ્રકાલી ના મંદિર પર કર્ણાવતી નામ લગાવી દેવામાં આવ્યું.મોટી વાત એ છે કે વર્ષોથી કર્ણાવતી નામ રાખવાની આશા બતાવનારી ભાજપા શાસિત AMC માં આજે પણ અમદાવાદ લખાય છે.નગરદેવી પર કર્ણાવતી નામ લગાવવા સંદર્ભે ટ્રસ્ટીએ કહ્યું કે આ મંદિર ની સ્થાપના રાજા કર્ણ દેવ ના સમય ની છે તેથી કર્ણાવતીનગર નો ઉલ્લેખ કરી આજે બોર્ડ લગાવવામાં આવ્યો છે. જે કઈ હોય વર્ષોથી ભાજપા થી આસ લગાવીને બેઠેલા લોકોને આજે નગરદેવી ના મંદિર પર આ નામ વાંચીને શાંતિ થઈ છે.