“ઓરંગજેબ ઇતિહાસ નો એક વિવાદાસ્પદ બાદશાહ “

ન્યૂજ ડે નેટવર્ક .
વર્તમાન સમય માં સમગ્ર દેશ માં ચર્ચાનો વિષય છે ઉત્તર પ્રદેશ ની જ્ઞાન વાપી મસ્જિદ કે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. જ્યારથી હિન્દુ મહિલાઓ એ સર્વે ની માંગ કરી છે અને વારાણસી કોર્ટે પણ સર્વે કરવા નો આદેશ આપ્યો છે ત્યારથી વિવિધ સમાચાર એજેંસીઓ ના હેડ લાઇન માં આજ સમાચાર મુખ્ય છે. અત્યાર સુધી થયેલા ઘટનાક્રમ માં હિન્દુ મહિલાઓ દ્વારા તપાસ ની માંગ,કોર્ટ નો આદેશ ,સ્થાનિક મુસ્લિમો નો વિરોધ ત્યાર બાદ કોર્ટ નું કડક વલણ અને શિવલિંગ મળવાના દવાઓ વચ્ચે વારાણસી કોર્ટ દ્વારા શિવલિંગ ના સ્થાન ને સુરક્ષા પ્રદાન કરવી તેમજ આજે સુપ્રીમ દ્વારા પણ સ્થાન સુરક્ષિત રાખવાનો આદેશ .આટલા સુધી માં બધુ સમયેલું છે.
સૌ પ્રથમ દાવાઓ ની વાત કરીયે તો શિવલિંગ મળવાની વાત વચ્ચે હિન્દુ પક્ષકારો દ્વારા શિવલિંગ મળવાના દવા વચ્ચે દેશ નો બહુસંખ્યક હિન્દુ સમાજ માં અનેરો ઉત્સાહ છે જેમાં કદાચ એવું પણ હોય કે કોઈને નુકસાન પોહોચડવાની ખુશી ના હોય પરંતુ પોતાનું એવું જે અતિ કીમતી હોય તે ગુમાવ્યું હોય અને ફરી મળ્યું હોય એ ખુશી વધુ હોય એવું બની શકે,પરંતુ અમુક વર્ગ ને ખુશ રાખી સત્તા પામવા માંગતા નેતાઓ આ વાત સમજતા ના હોય અથવા સમજતા હોય તો બતાવવા માંગતા ના હોય એ પણ બની શકે છે. કારણ કે આ તોડવાની રીતિ અને નીતિ ઘણા લોકોને ફાવી ગઈ છે.એ દૃશ્ય કેવું મનમોહક બને કે જ્યારે કોર્ટ ના હસ્તક્ષેપ વગર સત્ય ના આધારે એક સમાજ બીજા સમાજ ને પોતાને ગુમાવેલી વસ્તુ પરત કરી દે.જો આવું થાય ને તો ખરેખર આ દેશ ના લોકતંત્ર ને કોઈ વિદેશી શક્તિ તો શું આ અમુક નેતાઓ પણ તોડી ના શકે.
આ બધા વિવાદો વચ્ચે ઘણા ખરા લોકલ ન્યૂજ વાળા માઇક લઈને મુસ્લિમો નું પક્ષ જાણવા નીકળ્યા એમાં જેટલા લોકો બોલતા જોયા એમાં ખરેખર કોની શું મંશા હતી એ સ્પષ્ટ નથી પણ એક વાત ચોક્કસ પણે બહાર આવી. ઓરંગજેબ કોણ હતો – મહાન કે અત્યાચારી ??એ પ્રશ્ન જરૂર થી ઉત્પન્ન થયો.શું ખરેખર ઓરંગજેબ મહાન હતો જે રીતે એને પ્રેજન્ટ કરવા માં આવી રહ્યો છે ?
થોડીક ઘટનાઓ તરફ નજર કરીયે. એવું કહેવાય છે કે ઓરંગજેબ એક હાથ માં ધાર્મિક કિતાબ અને બીજા હાથ માં તલવાર લઈને નીકળેલો બાદશાહ હતો.એને ઘણા લોકોને ધરમાંતરિત થવા દબાણ કર્યું અને હત્યાઓ કરી. ઓરંગજેબ દ્વારા હિન્દુ મંદિરો ને તોડવાના ફરમાન નીકળ્યા અને એમાં ઘણા હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યા. એમાં નો એક કાશી વિશ્વનાથ મહાદેવ નો મંદિર છે,જે આજે જ્ઞાન વાપી મસ્જિદ તરીકે સર્વે ના અંતર્ગત છે અને આ લખાય છે ત્યાં સુધી હિન્દુ પક્ષ ના દાવા અનુસાર ત્યાં શિવલિંગ મળી પણ ગયું છે. મુસ્લિમ પક્ષના અનુસાર તે શિવલિંગ નથી પણ ફૂવારો છે. હવે આ મુદ્દે ક્યાં પક્ષ વલણ કેવું હતું અને શું આદર્શ સ્થિતિ શું હોવી જોતી હતી અને શું ના થવું જોઈયું હતું એની ચર્ચા માટે સ્પષ્ટ નિર્ણય ની રાહ જોવી રહી.
પરંતુ એક ઘટના ઓરંગજેબ ની ક્રૂરતા ની સાક્ષી તો ખરી જે રાજસ્થાન ના લોક વાયકાઓ માં ઉપસ્થિત છે. રાજસ્થાન ના ભરતપુર મુકામે ભગવાન શ્રી ક્રુષ્ણ ના બહેન યોગમાયા કૈલાદેવી નો મંદિર આવેલો છે.આ મંદિર પાસે ત્રણ રાજ્યો ની સરહદ લાગેલી છે – રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ.આ યોગમાયા દેવીના ભજન માં આજે પણ ઓરંગજેબ ની ક્રૂરતા શામેલ છે. આ દેવી ના મંદિર તોડવા માટે જ્યારે ઓરંગજેબ ની સેના પોહોચવાની તેયારી માં હતી ત્યારે પૂજારી આ દેવી ની મુર્તિ ને લઈને રાજસ્થાન ના ભરતપુર ના જંગલો માં આવેલો.આજે પણ એ મુર્તિ ત્યાં સ્થાપિત છે. આ તો એક કિસ્સો છે.જો આવા કિસ્સાઓ લોક ગીત માં મળતા હોય તો શોધવા જઇયે તો બીજા પણ મળી આવે.
બીજી બાજુ અમુક મુસ્લિમો ઓરંગજેબ ને ખૂબ મહાન બતાવવામાં પણ પાછળ નથી. પણ એમને એ વિવાદ માટે પણ વિચરવું જોઇયે કે જેનાથી એક આખો વર્ગ નારાજ છે આ દેશમાં લોકતાંત્રિક જવાબદારી કોઈ એક વર્ગ ની નથી.પણ બધાની છે. તેથી અમુક વિવાદાસ્પદ વ્યક્તિત્વ ની ધર્મ માટે ની પરોપકારી ને બાદ કરી એક વિશાળ નજર થી જોવાની જરૂર છે. લોકતાંત્રિક રીતે કદાચ બાદશાહ ઓરંગજેબ હિન્દુ મુસ્લિમ માટે ભાગલા પાડનારું નામ છે પણ ઓરંગજેબ નામનો કાશ્મીરી શાહિદ યુવા આજે પણ આ બંને કોમ ને એક કરનારું છે.એક એવો યુવા જે ધર્મ નહીં પણ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી ગયો. આપડે કદાચ એ નામ હજુ ભૂલ્યા નથી.બાકી આવતા લેખમાં.