ગૌરવઃ દેશમાં ગીર ગાયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર
પશુપાલન વિભાગ દ્વારા ગુરૂવારે 20મો પશુધન સરવે રજુ કરવામાં આવ્યો. આ પહેલા વર્ષ 2013માં પશુધન સરવે રજુ થયો હતો. વર્ષ 2013ની સરખામણીએ દેશમાં દેશી ગાયોના પ્રમાણમાં ઘટાડો થયો છે, વર્ષ 2013માં કુલ ગોધનમાં 19 ટકા ગાયો દેશી પ્રજાતિની હતી, જે અત્યારે ઘટીને 3 ટકા થઇ છે. કાંકરેજ, હરિયાણી સહિતની દેશીની ગાયોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જોકે, આનંદની વાત એ છે કે, આપણાં ગુજરાતના ગૌરવ સમાન ગીર ગાયની સંખ્યામાં વધારો નોંધાયો છે, પશુધન સરવે પ્રમાણે વર્ષ 2013માં દેશમાં ગીર ગાયોની સંખ્યા 51 લાખ હતી, જે અત્યારે 68 લાખથી વધારે થઇ છે,

ગીર ગાય એ આપણાં ગુજરાતનું ગૌરવ છે. મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ વર્ષ ભાવનગરના મહારાજ 1940માં બ્રાઝિલ દેશને એક ગીર ગાય ભેટમાં આપી હતી. આ ગીર ગાયની ખાસિયતો જોઇને બ્રાઝિલ દ્વારા એનું ક્રોસ બ્રિડીંગ કરવામાં આવ્યુ. આ ક્રોસ બ્રિડીંગ દ્વારા ‘ગીર ઓલેન્ડો’ જાતિની ગાયનું બ્રાઝિલ દ્વારા સંવર્ધન કરવામાં આવ્યુ, હાલ બ્રાઝિલમાં લાખોની સંખ્યામાં ‘ગીર ઓલેન્ડો’ જાતિની ગાયોને ઉછેરવામાં આવી રહી છે, આ ગાય દૈનિક 40થી 50 લિટર દૂધ આપે છે. આ પ્રકારની ખાસિયતોના કારણે હાલ બ્રાઝિલ મોટા પ્રમાણમાં ગીર ઓલેન્ડોની સારી ઓલાદો તેમજ તેના સીમના વીર્યની વિશ્વભરમાં કરી રહ્યુ છે.

એપ્રિલ 2017માં તત્કાલિન કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા બ્રાઝિલના પ્રવાસ ગયા ત્યારે તેઓએ બ્રાઝિલના સાઓ પાઓલો નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ‘ગીર ગાય’ના બ્રિડીંગ ફાર્મની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ ‘ગીર ઓલેન્ડો’ ગાયના ફોટા અને એની માહિતી મિડીયા સમક્ષ મોકલી હતી. માંડવીયાએ જણાવ્યુ હતુ કે ‘આ બ્રિડીંગ ફાર્મમાં સૌથી સારી ગાયનું નામ ક્રિષ્ના રાખવામાં આવેલું છે. આ નામ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીના અહેસાન બદલ તેમની યાદમાં રાખવામાં આવેલું છે,

પશુપાલન વિભાગ દ્વારા અત્યારે જાહેર થયેલ પશુધન સરવેમાં 4 જેટલી દેશી અને 4 વિદેશી પ્રજાતિની ગાયોની ગણતરી કરવામાં આવી છે. મોટાભાગની પ્રજાતિના ગોધનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જોકે, ગીર ગાયોની સંખ્યા વધી છે. દેશમાં ભેંસોનું પ્રમાણ પણ ઘટ્યુ છે, વર્ષ 2013માં કુલ પશુધનમાં ભેંસોનું પ્રમાણ 21,23 ટકા હતુ, જે અત્યારે ઘટીને 20.4 ટકા થયુ છે. જોકે, દેશમાં આ સમયગાળામાં ઘેટા અને બકરાનું પ્રમાણ વધ્યુ હોવાનું પશુધન સરવેમાં જણાવાયુ