ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
વધતી ગરમી અને તાપ વચ્ચે એક વધુ ખરાબ સમાચાર શહેરીજનો માટે આવ્યા છે.કાર્બન સામે રક્ષણ આપતા વૃક્ષો ની ગેરહાજરી માં હવે શહેર પ્રદૂષણ નો સેન્ટર બનતું જઈ રહ્યું છે.અમદાવાદ માં વાયુ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધ્યું છે.શહેર માં ઘણી જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્ષ બપોરના સમયે 250 ને ક્રોસ થયો હતો .આમ મુંબઈ ,બેંગલુરૂ ,હૈદરાબાદ કરતા પણ અમદાવાદમાં પ્રદૂષણ નું સ્તર વધારે નોંધાયું છે.
મળતી માહિતી મુજબ શનિવારે બપોરે 2 કલાકે લેખવાડા માં એર ક્વોલિટી ઇન્ડેક્ષ સૌથી વધુ 318 નોંધાયો હતો.ત્યાર બાદ અન્ય વિસ્તારો માં રાયખડ:262,પીરાણા:252, નવરંગપુરા:217,બોપલ:216 સાથે અમદાવાદ માં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્ષ 221 નોંધાયો હતો જ્યારે મુંબઈનો 166 અને દિલ્હીનો 225 નોંધાયો હતો.આમ પ્રદુષણ ની દૃષ્ટિએ અમદાવાદ ચિંતાજનક સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હોય એવું દેખાય છે.
નેશનલ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ દ્વારા રાત્રે 8 કલાકના ડેટા પ્રમાણે એર ક્વોલિટી ઇન્ડેક્ષ અમદાવાદ માં 178,ભોપાલ માં 148,ચેન્નઈમાં 69,દિલ્હીમાં 264,મુંબઈ માં 129,હૈદરાબાદ માં 103 નોંધાયો હતો .
એર ક્વોલિટી ઇન્ડેક્ષ 0-50 હોય તો હવા ચોખ્ખી,51-100 વચ્ચે સંતોષકારક,101-200 સામાન્ય અને 201-300 વચ્ચે હોય તો અત્યંત ખરાબ ગણવામાં આવે છે.એર ઇન્ડેક્ષ ની ખરાબ સ્થિતિ અથવા પ્રદૂષણ નું ભયજનક સ્તર સમયે શ્વાસ નાં દર્દીઓ એ વિશેષ તકેદારી રાખવી જોઈએ તેવો તજજ્ઞો નું મત છે.