ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
થોડા દિવસો પહેલા અમદાવાદ નાં ઉસ્માન પૂરા ગાર્ડન વચ્ચે બનેલી દરગાહો બાબતે હિન્દુ જાગરણ મંચ નાં કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો,બાબત ગંભીર બની હતી. તેવી જ રીતે ઉત્તરપ્રદેશ માં પણ ગેર કાયદેસર દરગાહો – મજારો વિશે વિરોધ વધતું જોવા મળી રહ્યો છે.અલીગઢ માં હિંદુવાદી સંગઠનોએ આવી ગેર કાયદેસર દરગાહો સામે પ્રશાસન ને કાર્યવાહી કરવાની માંગણી કરી છે અને માંગણી પૂરી ન થવાના સંજોગો માં આંદોલન ની ચીમકી આપી છે.
ઓમવીર સિંહ નામના વ્યક્તિએ હિંદુવાદી સંગઠનો સાથે મળીને આ બાબતે મંત્રીઓ ને આવેદન આપ્યું છે.આ આવેદન માં કહેવામાં આવ્યું છે કે આજકાલ દિવસે ને દિવસે રસ્તાઓ પાસે અને સાર્વજનિક સ્થળો પર ગેરકાયદેસર દરગાહ મજાર ઊભી કરવાનું કાર્ય વધતું જઈ રહ્યું છે.જે એક સુનિયોજિત ષડયંત્ર લાગે છે.આગળ એમને કહ્યું કે જ્યાં વર્ષ પહેલા કાઈ નો હોય ત્યાં અચાનક કબર દેખાવા લાગે છે.ત્યારબાદ એને વિસ્તારિત કરીને મજાર ઊભી કરી દેવામાં આવે છે.
ઑમવીર સિંઘે આ બાબતે સરકાર ને કાનૂન બનાવવા માંગણી કરી જેથી આવી ઘટનાઓ રોકી શકાય.
ખબર ઇન્ડિયા ટીવી ડોટ ઈન પ્રમાણે સાંસદ સતીશ ગૌતમે કહ્યુ કે પ્રશાસન ની મદદ થી આવી જગ્યાઓ ને માર્કિંગ કરવામાં આવશે અને PWD નાં અધિકારીઓ મારફત આની તપાસ કરવામાં આવશે. એવી બધી જ જગ્યાઓ પર બુલડોઝર ચલાવવમાં આવશે જે ગેરકાયદેસર હોય,પછી ભલે એ કોઈ બિલ્ડર ની હોય કે દરગાહ ની હોય.યોગી આદિત્યનાથ નાં પ્રદેશ માં દરેક કાર્ય સંવિધાન અંતર્ગત કરવામાં આવશે.