“ગ્રીન ગાંધીનગરમાં તાપ નો અસહ્ય તાપ”

ન્યુઝ ડે નેટવર્ક.
ગાંધીનગર બુધવાર ના રોજ આકાશમાંથી તાપમાનમાં વધારો થવાથી ગરમીનો પારો ૪૫. ૮ ડિગ્રી આવીને અટક્યો છે. જેની અસર દિવસ દરમિયાન અનુભવવા મળી છે. તાપમાન ની વાત કરીએ તો ૨૪ કલાકમાં જ મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો નોંધાયો છે. બુધવારે લઘુતમ તાપમાન ૨૯.૨ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન રેકોર્ડ બ્રેક થતાં આ સિઝનની સૌથી વધુ ગરમીનો પ્રકારે ૪૫.૮ ડિગ્રી આવીને અટક્યું છે.
પાટનગર માં છેલ્લા ઘણા દિવસથી નગરજનો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા અગનવર્ષા વરસી હોય તે પ્રકારે છે. તો બીજી તરફ વૈશાખ માસના પ્રારંભથી ઉનાળાની મોસમ ની ગરમી આક્રમક બની હોય એ પ્રકારે તાપમાનના પારામાં દિનપ્રતિદિન વધારો થવાથી કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. તાપમાનમા વધારો થવાથી છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે મંગળવાર લઘુત્તમ તાપમાનનો પારો ૨૮. ૭ મહત્તમ તાપમાન ૪૪ ડીગ્રીએ નોંધાયું હતું.
રાજ્યમાં આ વર્ષે તેજ બની રહેલી ગરમીમાં છેલ્લા ઘણા દિવસથી નગરજનો અકળાઈ ઉઠયા છે. ત્યારે બુધવારે મહત્તમ તાપમાન ૪૫.૮ ડિગ્રી આવીને અટકી જતા સીઝનના સૌથી ગરમ દિવસ નો અનુભવ નગરજનોને કરવો પડ્યો છે. તો વધી રહેલી ગરમીની અસર શહેરના જનજીવન ઉપર પણ વર્તાઇ છે.