ન્યૂઝડે નેટવર્ક, ગાંધીનગર .
રાજ્યની ગ્રામ પંચાયતોમાં 7-12,8-અ સહિતના દસ્તાવેજો તેમજ સરકારી યોજના માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે વીસીઇ એટલે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર કાર્યરત છે, આ ઓપરેટરોની કરાર આધારીત ભરતી થયેલી છે. આ ઓપરેટરોને કામગીરી પ્રમાણે કમિશન આપવામાં આવે છે. હવે સરકાર ફીક્સ પગાર આપે એવી માંગ ઓપરેટરો દ્વારા ઉઠી છે, આ માંગને લઇને વર્ષ 2021ના ઓક્ટોબર મહિનામાં રાજ્યભરના પંચાયત ઓપરેટરો હડતાલ ઉપર ઉતર્યા હતા. એ વખતે સરકારે માંગો સ્વિકારવાની બાંહેધરી આપ્યા બાદ હડતાલ સમેટાઇ હતી. જોકે, મહિનાઓ વીત્યા હોવા છતાં સરકારે માંગ પુરી કરતા કોમ્પયુટર ઓપરેટરો દ્વારા ફરી હડતાલ ઉપર જવાનું આયોજન થયુ છે,
રાજ્યમાં 13 હજારથી વધુ પંચાયત ઓપરેટર કાર્યરત સરકાર ફીક્સ પગાર સહિતની માંગ પુરી નહીં કરે તો મે આગામી તા.11 મે 2022થી ગ્રામ પંચાયતના ઓપરેટરો હડતાલ ઉપર ઉતરશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતમાં 13 હજારથી વધુ પંચાયત ઓપરેટરો કાર્યરત છે, જેઓ અંદાજે 16 વર્ષથી કમિશન ઉપર કામ કરી રહ્યા છે. રાજ્ય સરકાર પંચાયતને લગતી મોટાભાગની વહીવટી કામગીરી ઓનલાઇન કરવા માટે પ્રયાસ કરી રહી છે, પોતાની ગ્રામ પંચાયતમાં જ વહીવટી કામો પુરા થાય તો ખેડૂતોને તાલુકા સુધી ધક્કો ખાવાની જરૂરીયાત ન રહે, આથી પંચાયતમાં યોગ્ય વ્યવસ્થાતંત્ર ઉભુ થાય એ જરૂરી છે.
Attachments area