ન્યુઝ ડે નેટવર્ક.
યુપી નાં બારાબંકી માં બેંક ની અંદર નમાજ અને ઈફ્તાર પા આયોજન થયું હતું જેની સામે હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે.બજરંગ દળ અને શિવસેના ની લોકલ શાખાએ ડિએમ ને પત્ર લખી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
માહિતી પ્રમાણે બારાબંકી એચ ડી એફ સી બેંક માં અલવિદા નમાજ માટે નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બેંક માં જ ઈફ્તાર પાર્ટી નું આયોજન થયું હતું.ઈફ્તાર કરનારાઓને બેંક તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી.આ સંદર્ભે વિડિયો વાયરલ થતા વિવાદ વધ્યો હતો.
આ ઘટના બાદ પ્રશાસને બેંક માં થી પોતાના ખાતા સરકારી બેન્કો માં ટ્રાન્સફર કર્યા હતા.જોકે આ નિર્ણય પાછળ સરકારી આદેશ નો હવાલો આપવામાં આવ્યો હતો.
બારાબાંકી ની જે બેંક માં આ ઘટના બની હતી ત્યાંના નગર સેવકે બતાવ્યું હતું કે આવું પહેલા ક્યારેય થયું નથી એમને જ્યારે જાણ થઈ ત્યારે અમે બેંક સાથે આ મુદ્દે વાત કરી છે,બેન્કો માં આવું બધું નાં થવું જોઈએ.
બેંક મેનેજર ઝહિર અબ્બાસ જણાવ્યું કે આ પ્રકાર નું આયોજન દર વર્ષે થાય છે,પાછલા 2 વર્ષ માં કોરોના નાં કારણે આવું આયોજન થયું ન હતું.પરંતુ આ વખતે કરવામાં આવ્યું કારણ કે ઈફ્તાર કરવું ઇસ્લામ ધર્મ માં સારું માનવામાં આવે છે.
આ બનાવ સંદર્ભ માં બજરંગ દલ નાં વિદ્યાર્થી પ્રમુખે શાસન ને 2 દિવસ માં મેનેજર સામે કાર્યવાહી કરવાનો આવેદન આપવામાં આવ્યો છે.ઉત્તર પ્રદેશ સરકાર નાં મંત્રી દાનીસ અંસારી એ કહ્યું હતું કે કોઈ પણ કાર્ય નિયમો અંતર્ગત થવા જોઈએ આ ઘટના ની તપાસ કરવામાં આવશે.