“કોલસા ની અછત વિશે કોઈને ઘબરવાની જરુર નથી.”

ન્યુઝ ડે નેટવર્ક.
કોલસા ની અછત નાં વિવાદ વચ્ચે આજે કેન્દ્રીય મંત્રી એ સ્પષ્ટતા કરી છે. દેશ નાં વિવિધ રાજ્યો માં કોલસા નાં સ્ટોક વિશે ચિંતાજનક અહેવાલો વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે કોલસા નાં સ્ટોક વિશે કોઈએ ડરવાની જરૂર નથી.કેન્દ્રીય મંત્રીએ આગલા કહેતા જણાવ્યું હતું કે લગભગ 73 મિલિયન ટન નો સ્ટોક કંપનીઓ પાસે છે તેથી ઘબરાવાની જરૂર નથી અને સમગ્ર બાબત પર એમની નજર છે.
એક સમાચાર વિશે જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી પંજાબ અને દિલ્લી નાં મુખ્યમંત્રીઓ તેમને મળ્યા પણ નથી આ બંને તેમના નામે ખોટી વાતો ફેલાવી રહ્યા છે.કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યું હતું કે હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે દાદરી અને ઊંચાહર પ્લાન્ટ ની 11 યુનિટ પોતાની પૂર્ણ ક્ષમતા સાથે ચાલી રહ્યા છે અને તેમની પાસે 2.3 લાખ ટન કોલસા નું સ્ટોક છે.
સોજન્ય:ANI