ન્યુઝ ડે નેટવર્ક.
મહારાષ્ટ્ર માં ચાલી રહેલા ધાર્મિક વિવાદ વચ્ચે સાંસદ નવનીત રાણા ની દીકરીએ કર્યા હનુમાન ચાલીસા નાં પાઠ.ઉલ્લેખનીય છે કે હનુમાન જયંતિ નિમિત્તે અપક્ષ સાંસદ નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરે નાં ઘર સામે હનુમાન ચાલીસા પાઠ કરવાની વાત કરી હતી જેના બાદ સાંસદ અને તેમના પતિ ની ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યું હતું.જેના બાદ તેમની મુક્તિ માટે તેમની 8 વર્ષની દીકરી આરોહી રાણા દ્વારા ઘરે જ હનુમાન ચાલીસા નાં પાઠ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર માં લાઉસ્પીકર વિવાદ બાદ અને મનસે દ્વારા હનુમાન ચાલીસા પાઠ નાં આહવાન બાદ સત્તારૂઢ પાર્ટી નું વલણ કડક બન્યું હતું. સોશિયલ મીડિયા માં હનુમાન ચાલીસા પાઠ નાં વિવાદ સમયે પાલઘર માં સાધુઓ ની હત્યા ને પણ લોકો યાદ કરી રહ્યા છે અને સત્તા રૂઢ શિવ સેના ને ટ્રોલ કરી રહ્યા છે.