ગુજરાત માં એવિએશન ક્ષેત્રે વધુ એક સેવાઓ પ્રારંભ કરવામાં આવ્યો છે. Cm ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા એ આજે કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ એરપોર્ટ પર હવાઇ સેવાઓ માટેની આધુનિક સેવાઓનુ પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમ માં સંબોધન કરતા cm ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતુ કે, આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા પરિવહન ખાસ કરીને હવાઈ પરિવહનનો વિકાસ અગત્યનો છે. ગુજરાતનો પર્યટન વિકાસ પણ તેના મૂળમાં છે. આ સંકલ્પ થી સિદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વ્યાપક એર કનેક્ટીવીટી પ્રસ્થાપિત થઇ રહી છે. કેશોદમાં વિમાન સેવા શરૂ થતા પ્રવાસનને તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. વધુમાં તેઓએ કહ્યુ કે, આત્મનિર્ભર ગુજરાત થી આત્મ નીર્ભર ભારતના સંકલ્પમાં હવાઇ સેવાની કનેક્ટીવીટી ખુબ જ અગત્યની છે. આપણને કેન્દ્ર સરકારનો પુરો સહયોગ મળી રહ્યો છે અને સૌનો સાથ સૌનો વિકાસ તેમજ સૌના વિશ્વાસથી ગુજરાતને વિકાસની વધુ ઉંચાઇએ લઇ જવુ છે.
મુખ્યમંત્રીએ કેશોદ એરપોર્ટ ખાતે વિમાન સેવા ઝડપથી શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારનો ખાસ કરીને નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર માન્યો હતો.
કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે ગુજરાતના જમાઇ છે તેમ જણાવી આજે કેશોદને વિશેષ સેવાઓ આપવી છે ત્યાંથી વાતનો પ્રારંભ કરીને કહયું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સામાન્ય માણસને લક્ષમાં રાખીને ‘ઉડે દેશકા આમ આદમી’ અંતર્ગત હવાઇ સેવાઓ શરૂ થઇ રહી છે. કેશોદ એરપોર્ટના આધુનીકરણના ઉદ્ઘાટન પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી કેશોદ એરપોર્ટમાં સેવાઓ બંધ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રૂ.૨૫ કરોડના ખર્ચે ફરી નિર્માણીધીન કરાયું છે. , આજે કેશોદને દેશની સાંસ્કૃતિક, ઔદ્યોગિક રાજધાની એરકનેક્ટીવીટીથી જોડી દીધી છે. કેશોદ-મુંબઇ બાદ હવે આગામી સમયમાં કેશોદને અમદાવાદ સાથે પણ જોડાશે. તેઓએ ગુજરાતને ૬ વિમાન સેવાઓની ભેટ આપતા ગુજરાતમાં અને દેશમાં આત્મ નિર્ભર ભારત અંતર્ગત વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં ચાલી રહેલ હવાઇ પ્રોજેક્ટની માહિતી આપી ગુજરાતને બે નવા ગ્રીન ફીલ્ડ હવાઇ મથક હિરાસર અને ધોલેરામાં મળશે તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં વધુને વધુ આવાગમન સુવિધા મળે એ માટે અમદાવાદથી અમૃતસર, આગ્રા, રાંચી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર થી ૨૭ એપ્રીલથી દિલ્હીની ફ્લાઇટ શરૂ થનાર છે. આમ, ગુજરાતના દરેક વિસ્તારને દેશની આર્થિક રાજધાની સાથે જોડવામાં આવી રહ્યું છે. અંતમાં તેઓએ તેમના પૂર્વજોનો સોમનાથ સાથેનો નાતો અને મહાત્મા ગાંધીને-કેશોદના ઇતિહાસને યાદ કરીને ગુજરાતના અગ્રીમ વિકાસ માટે કેન્દ્ર સરકાર ખાસ કરીને નાગરિક ઉડ્યન મંત્રાલય કટ્ટીબદ્ધ છે તેમ જણાવ્યું હતુ . મુંબઈ થી કેશોદ વચ્ચે હાલ પ્રારંભિક તબક્કામાં અઠવાડિયામાં ત્રણ દિવસ સેવાનો લાભ મળશે.