વડોદરા નાં હિટ એન્ડ રન કેસ નો બનાવ બન્યો હતો.મળતી માહિતી મુજબ વડોદરા નાં તાંદલજા વિસ્તાર માં બેસીલ સ્કૂલ પાસે શકીલા પાર્ક પાસે આ બનાવ બન્યો હતો. રાત્રિ નાં સમયે કાર ની ટક્કર વાગ્યા અજાણ્યા શખ્સ નું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ઘટના બાદ 108 ને જાણ કરાતા 108 ની ટીમ ઘટના સ્થળ પર આવી હતી અને ડોકટર દ્વારા તપાસ કરાયા બાદ ઘટના નો ભોગ બનેલ વ્યક્તિ ને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.પોલીસે ઘટના સ્થળ પર પોહોચીને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે એસ એસ સી હોસ્પિટલ મોકલી આપ્યો હતો.આ ઘટના બદલ કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
